એશિયન પેરા ગેમ્સ-2018
(1)ત્રીજા એશિયન પેરા ગેમ્સ-2018 નું આયોજન કયા કરવામાં આવ્યું હતું?
જવાબ:- ઈન્ડોનેશિયા ના જકાર્તા ખાતે
(2)એશિયન પેરા ગેમ્સનું આયોજન કેટલા વરસે કરવામાં આવે છે?
જવાબ:- દર ચાર વરસે કરવામાં આવે છે.
(3)ચોથા પેરા એશિયન ગેમ્સનું આયોજન કયા કરવામાં આવશે.?
જવાબ:- hangzhou ચીન
(4)એશિયન પેરા ગેમ્સમાં કુલ કેટલા દેશો એ ભાગ લીધો.
જવાબ:-43
(5)એશિયન પેરા ગેમ્સમાં સૌપ્રથમવાર ભાગ લેનાર દેશ
જવાબ:-ભુતાન
(6)ત્રીજા એશિયન પેરા ગેમ્સમાં ભારતના ધ્વજવાહક કોણ હતા?
જવાબ:-થાંગવેલ્લુ મરયપ્પન
(7)ત્રીજા એશિયન પેરા ગેમ્સમાં ભારતે કુલ કેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા.
જવાબ:-15
(8)ત્રીજા એશિયન પેરા ગેમ્સમાં ભારતે કુલ કેટલા મેડલ મેળવ્યા
જવાબ:-72
(9)ત્રીજા એશિયન પેરા ગેમ્સમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું.
જવાબ:-9
(10)એશિયન પેરા ગેમ્સમાં સંદિપ ચૌધરીએ જેવલિન
(ભાલાફેંક)થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો
(11)સ્વિમર જાધવ સુયાશ નારાયણે પુરૂષ વિભાગની S૭ ૫૦ મીટર બટર ફ્લાયમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
(12)રનર રાજુ રક્ષિતાએ મહિલા વિભાગની T૧૧ ૧૫૦૦ મીટર દોડમાં ગોલ્ડ જીત્યો હતો.
(13)એક્તા ભયાને એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની ક્લબ થ્રો સ્પર્ધામાં ભારતને ગોલ્ડ
મેડલ અપાવ્યો.
(14)મનીષ નરવાલ- પેરા શુટીંગ 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ
(15)નારાયણ ઠાકુર પેરા એથ્લેટિક્સ મેન્સ પુરૂષ વિભાગની 100 મીટર દોડમાં T35 કેટેગરીમાં
ગોલ્ડ મેડલ
(16)એશિયન પેરાગેમ્સની પુરુષ વ્યક્તિગત રીકરવ સ્પર્ધામાં તીરંદાજમાં હરવિન્દર સિંહે ગોલ્ડ મેડલ જીત્યો.
(17)એશિયન પેરા ગેમ્સ 2018 શરદ કુમારે ઊંચી કૂદમાં (હાઈ જમ્પ)
ગોલ્ડ મેડલ જીત્યો
(18)પેરા બેડમિંટનમાં ગુજરાતની આંતરરાષ્ટ્રીય ખેલાડી પારુલ પરમારે જકાર્તામાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સમાં શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પારુલ પરમારે અહીં ચાલી રહેલી પેરા ગેમ્સમાં મહિલાઓની એસએલ-૩ કેટેગરીની સિંગલ્સ બેડમિંટન ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા મેળવી હતી.
(19)કિશન ગંગોલી ચેસ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
(20)Jennitha Anto Kanickal(કે ઝેનિતા એન્ટો)ચેસ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
(21)નીરજ યાદવે જેવલીન થ્રો(ભાલાફેંક) એફ55 કેટેગરીમાં ગોલ્ડ મેળવ્યો.
(22)અમિત સરોહા પુરૂષોની ક્લબ થ્રો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો.
(23)તરૂણ બેડમિન્ટન SL4 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો
(24)પ્રમોદ ભગત બેડમિંટન SL3 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો.
(25)કઈ સ્પર્ધામાં ત્રણેય મેડલ ભારતે જીત્યા.
જવાબ:- હાઈ જમ્પ(ઉંચી કૂદ) માં
Comments
Post a Comment