ગુજરાતનો ઈતિહાસ વન લાઈનર

🌼આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી તરીકે કોણે ફરજ બજાવી હતી ?

જવાબ:-સરદાર વલ્લભભાઈ પટેલ

🌼ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ ક્યા નવા જિલ્લાની સ્થાપના કરવામાં આવી હતી ?

જવાબ:-વલસાડ

🌼તરણેતર મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો ?

જવાબ:-લખતરના રાજવી કરણસિંહજી

🌼રાજકોટ શહેરની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-ઠાકોર વિભાજીએ

🌼જામનગરની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-જામ રાવળે

🌼લોથલનો શો અર્થ થાય છે ?

જવાબ:-મૃત માનવીનો ટેકરો

🌼આણંદ શહેરની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-આનંદગીર ગોસાઈ

🌼નર્મદા બંધ બાંધવાની યોજના ક્યા કમિશને ઘડી હતી ?

જવાબ:-ખોસલા કમિશને

🌼નર્મદા બંધનું ખાતમુહૂર્ત કોણે કર્યું હતું ?

જવાબ:-પં. જવાહરલાલ નહેરુ

🌼ગુજરાતની પ્રથમ વિધાનસભામાં કેટલા સભ્યો હતા ?

જવાબ:-૧૩૨

🌼ગુજરાતમાં સૌપ્રથમ અંગ્રેજી શાળા ક્યાં શરૂ થઇ હતી ?

જવાબ:-સુરત, ઈ.સ. ૧૮૪૨માં

🌼લોથલ એ કઈ નદી પર આવેલું સમૃદ્ધ બંદર હતું ?

જવાબ:-ભોગાવો

🌼તાત્યા ટોપેએ ગુજરાતનો કયો પ્રદેશ કબજે કર્યો હતો ?

જવાબ:-છોટા ઉદેપુર

🌼એ. એમ. ટી. એસ. બસની શરૂઆત ક્યારે થઈ હતી ?

જવાબ:-પહેલી એપ્રિલ, ૧૯૪૭

🌼ગુજરાત રાજ્ય ખાદી ગ્રામઉદ્યોગ બોર્ડની રચના ક્યારે કરવામાં આવી હતી ?

જવાબ:-૧૯૬૦

🌼અમદાવાદમાં ટપાલ સેવાનો આરંભ ક્યારે થયો હતો ?

જવાબ:-૧૮૩૮

🌼હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું ?

જવાબ:-ચાંગદેવ

🌼દાંડીકુચ શરૂ થતા પહેલા સરદાર પટેલની ધરપકડ ક્યા ગામેથી કરવામાં આવી હતી ?

જવાબ:-રાસ

🌼બારડોલી સત્યાગ્રહ શા માટે થયો હતો ?

જવાબ:-બારડોલી તાલુકામાં મહેસૂલમાં ૨૨ ટકાનો વધારો કર્યો હોવથી

🌼ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?

જવાબ:-સરોજીની નાયડુ

🌼ઔરંગઝેબનો જન્મ ગુજરાતના ક્યા જિલ્લામાં થયો હતો ?

જવાબ:-દાહોદ

🌼જુનાગઢ પરના અશોકના શિલાલેખો કઈ ભાષામાં કોતરવામાં આવ્યા છે ?

જવાબ:-પાલી

🌼અમદાવાદને ધૂળિયું શહેર તરીકે કોણે ઓળખાવ્યું હતું ?

જવાબ:-જહાંગીર

🌼માર્કો પોલોએ તેના પ્રવાસ વર્ણનમાં ગુજરાતના ક્યા તીર્થસ્થાનનો ઉલ્લેખ કર્યો છે ?

જવાબ:-સોમનાથ

🌼ચન્દ્રગુપ્ત મૌર્યે જુનાગઢમાં કયું તળાવ બંધાવ્યું છે ?

જવાબ:-સુદર્શન

🌼કાંકરિયા પહેલા ક્યા નામે ઓળખાતું હતું ?

જવાબ:-હૌજે કુતુબ

🌼મોઢેરાનું સૂર્યમંદિર ક્યાં રાજાના શાસનકાળ દરમિયાન સ્થપાયું હતું ?

જવાબ:-ભીમદેવ સોલંકી પહેલો

🌼સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળ લાખા બાવળ ક્યા જિલ્લામાં આવેલું છે ?

જવાબ:-જામનગર

🌼ચીની મુસાફર હુ એન સંગે કોના શાસનકાળમાં ગુજરાતની મુલાકાત લીધી હતી ?

જવાબ:-ધ્રુવસેન બીજો

🌼સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ:-મૂળરાજ સોલંકી (પ્રથમ)

🌼વિશ્વનું સૌપ્રથમ બંદર ક્યા સ્થળેથી મળી આવ્યું છે ?

જવાબ:-લોથલ

🌼અડાલજની વાવ કોણે બંધાવી હતી ?

જવાબ:-રૂડાબાઈએ

🌼રાજકોટ જિલ્લામાંથી ક્યા સ્થળેથી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે ?

જવાબ:-રોજડી

🌼સમ્રાટ અશોકના ગિરનારમાં આવેલ શિલાલેખો કઈ લીપીમાં લખાયેલા છે ?

જવાબ:-બ્રાહ્મી

🌼કર્ણસાગર સરોવર કોણે બંધાવ્યું હતું ?

જવાબ:-કર્ણદેવ સોલંકી

🌼ક્યા સોલંકી વંશના રાજાએ રાજ્યમાં જીવ હિંસાની મનાઈ ફરમાવી હતી ?

જવાબ:-કુમારપાળ સોલંકી

🌼અણહિલવાડ પાટણના ચાવડા વંશનો અંત કોના દ્વારા આવ્યો ?

જવાબ:-મૂળરાજ સોલંકી

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ