12 માર્ચ કરંટ
1. 2019માં કેટલામી લોકસભાની રચના માટે ચૂંટણી યોજાશે?
️જવાબ:- 17મી
2. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે?
️જવાબ:- સુનિલ અરોરા
3. ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે?
જવાબ:- એસ. મુરલી કૃષ્ણા
4. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો આરંભ કયાંથી કરાવ્યો હતો?
જવાબ:- ગાંધીનગર
5. દાહોદ શહેરના સીટી ગ્રાઉન્ડ પર 10 માર્ચે કેટલામો ઢોલ મેળો યોજાયો?
️જવાબ:- 12મો
6. ગારમેન્ટ-ટેકસટાઇલની નિકાસમાં ગુજરાત કયાં ક્રમે છે?
✔️જવાબ:- ત્રીજા
7.પોલેન્ડમાં વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ બનાવાયો છે તે પુલનું નામ શું ?
જવાબ:- ડીપસ્પોટ(148 ફૂટ ઊંડો)
8. લંડનના કોલચેસ્ટરમાં કેટલા ફૂટ ઊંડો પૂલ બની રહ્યો છે?
જવાબ:- 164 ફૂટ
9. ઉત્તર કોરિયામાં કેટલામી "સુપ્રીમ પીપલ્સ એસેમ્બલી" ની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું?
જવાબ:- 14મી
10. તિબેટિયન લોકોએ 10 માર્ચે તિબેટીયન અપરાઈઝીંગ ડે એટલે કે તિબેટીયન વિપ્લવ દિવસની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરી?
️જવાબ:- 60મી
🎯તિબેટીયન અપરાઈઝીંગ ડે(તિબેટીયન વિપ્લવ દિવસ):- 10 માર્ચ 1959
11. વિયેતનામના કયાં શહેરમાં 219 ફૂટ ઊંચી "લેડી બુદ્ધ" પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે?
જવાબ:- દનાંગ
12. ઓડિશાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના અધ્યક્ષ નવીન પટનાયક તેમની પાર્ટીમાં આગામી લોકસભા ચૂંટણીમાં ટિકિટની ફાળવણીમાં મહિલાઓને કેટલા ટકા અનામત આપશે?
જવાબ:- 33 ટકા
13. વર્તમાન 16મી લોકસભાની મુદત કયારે પૂરી થશે?
જવાબ:- 3 જૂન
14. 2019માં લોકસભાની કેટલી સીટો માટે ચૂંટણી યોજવામાં આવશે?
જવાબ:- 543
15. CISF(કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાદળ)
ના ડિરેકટર જનરલ કોણ છે?
જવાબ:- રાજેશ રંજન
16. પદ્મશ્રી પુરસ્કાર કોના દ્વારા એનાયત કરવામાં આવ્યા?
️જવાબ:- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
17. ફિનલેન્ડમાં 38મી જીબી બોક્સિંગ ટુર્નામેન્ટમાં કવિંદરસિંહ બિષ્ટે 56 કિગ્રા વજન વર્ગમાં કયો મેડલ જીત્યો?
જવાબ:- ગોલ્ડ મેડલ
18. ઘરેલું હિંસાઓના કિસ્સાઓમાં કાઉન્સેલિંગ કરીને મહિલા અને પરિવારના સભ્યોને સમજાવવા માટે કયાં પોલીસ સ્ટેશનમાં મહિલા સહાયક કેન્દ્ર શરૂ કરાયું છે?
️જવાબ:- વસ્ત્રાપુર
19. ગાંધીજીએ 12 માર્ચ 1930માં કયાં આશ્રમથી મીઠાના સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો?
જવાબ:- સાબરમતી
20. ભારતમાં જાહેરાત ટ્રાન્સપરન્સી સેન્ટર કોણે શરૂ કર્યું?
✔️જવાબ:- ટિ્વટરે
21. સ્વદેશમાં વિકસિત ગાઈડેડ રોકેટ સિસ્ટમથી સુસજ્જ અત્યાધુનિક મલ્ટિ બેરલ મિસાઈલ પિનાકનું સફળ પરિક્ષણ કયાં કરવામાં આવ્યું.?
જવાબ:- પોખરણ(રાજસ્થાન)
⏩આ મિસાઈલ સિસ્ટમ DRDO દ્વારા વિકસિત કરવામાં આવી છે.
✍લી:- રાઠોડ બળવંત👤
જોઈન ટેલીગ્રામ:- @KNOWLEDGE143
Comments
Post a Comment