KNOWLEDGE143

🔵CRPF Valour DAY(શૌર્ય દિવસ) 54મો શૌર્ય દિવસ

⏩1965માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે કચ્છના રણમાં સરદાર પોસ્ટ ખાતે શહીદ થયેલાં જવોનોનાં શૌર્યગાથાની યાદગીરીમાં CRPF પ્રતિ વર્ષ 9 એપ્રિલે શૌર્ય દિવસ અથવા વેલોર ડેની ઉજવણી કરે છે.
⏩54માં શૌર્ય દિવસ નિમિત્તે દિલ્હીમાં પોલીસ મેમોરિયલ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે CRPF વીર પરિવાર નામની મોબાઈલ એપ લોન્ચ કરી હતી

🔵ભારતીય પુરૂષ હોકી ટીમના મુખ્ય કોચ તરીકે કોને નિયુકત કરવામાં આવ્યા?

√જવાબ:- ગ્રાહમ રીડ(ઓસ્ટ્રેલિયા)

🔵ખેડાના કયાં ગામ નજીક 5 હજાર વર્ષ જૂનું શિવલિંગ મળી આવ્યું?

√જવાબ:- ચિત્રાસર

🔵લંડનની થેમ્સ નદીમાં યોજાયેલી 165મી બોટ રેસ(રોઈંગ રેસ) કઈ યુનિવર્સિટીએ જીતી?

√જવાબ:- કેમ્બ્રિજ યુનિવર્સિટી(ઓક્સફર્ડ યુનિવર્સિટી હરાવી)

🔵પ્રો કબડ્ડી લીગના ઈતિહાસમાં બીજો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો?

√જવાબ:- સિદ્ધાર્થ દેસાઈ

▶સિદ્ધાર્થ દેસાઈને તેલુગુ ટાઈટન્સે 1.45 કરોડમાં ખરીદ્યો

🔵દેશી બોફોર્સ "ધનુષ" સૈન્યમાં સામેલ કરાઈ
▶જબલપુરની ગન કેરેજ ફેકટરીમાં ઉત્પાદિત 6 ધનુષ ગન સૈન્યને સોંપી દેવાઈ છે.
▶ભારતમાં ઉત્પાદિત લાંબી રેન્જની પહેલી તોપ છે.

👤ધનુષ તોપની વિશેષતા

⏩155 એમએમ - 45 કેલીબરની
⏩મારક ક્ષમતા 38 કિ.મી.
⏩વજન 13 ટન
⏩13 સેકન્ડમાં ત્રણ ફાયર કરી શકે છે.
⏩ફાયર કર્યા પછી ગન તેની પોઝીશન ચેન્જ કરી શકે છે.
⏩દરેક ગનની ક્ષમતા 1 કલાકમાં 42 રાઉન્ડ ફાયર કરવાની છે.
⏩પર્વત અને અંતરિયાળ વિસ્તારોમાં લઈ જવામાં સરળતા

🔵મોન્ટેરરી ઓપન (ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ)

વિમેન્સ સિંગલ્સ ટાઈટલ વિજેતા:- ગાર્બિન મુગુરુઝા(સ્પેન)
રનરઅપ:- વિકટોરિયા એઝારેન્કા

🔵ચાર્લ્સટન ઓપન (ટેનિસ ટુર્નામેન્ટ)

વિમેન્સ સિંગલ્સ ટાઈટલ વિજેતા:- મેડિસન કિસ(અમેરિકા)
રનરઅપ:- કેરોલિન વોઝનિયાકી

🔵અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના લશ્કરી સંગઠન ઈસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ્સને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

🔵NIRF(નેશનલ ઈન્સ્ટીટ્યુશનલ રેન્કિંગ ફેમવર્ક)2019

⏩કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને લઈને જાહેર કરાયેલાં નેશનલ રેન્કિંગમાં (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી)IIT-મદ્રાસ એ પ્રથમ સ્થાને
⏩ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ- બેંગ્લોર બીજા ક્રમે
⏩IIT દિલ્હી ત્રીજા ક્રમે
⏩રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનના પ્લેનરી હોલમાં રેન્કિંગ જાહેર કર્યા
⏩ફાર્મસી કેટેગરીમાં ગાંધીનગરની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યૂટિકલ્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચને 9મું સ્થાન અપાયું છે.
⏩મેનેજમેન્ટ કેટેગરીમાં IIM-બેંગ્લોર પ્રથમ ક્રમે અને IIM-અમદાવાદ બીજા ક્રમે

🔵રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલે આંધ્રપ્રદેશ સરકારને ગેરકાયદે રેતી ખનન બદલ 100 કરોડનો દંડ ફટકાર્યો

Comments

Popular posts from this blog

ક્રીમીનલ પ્રોસિજર કોડ(CRPC)ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા,ભારતીય ફોજદારી કાર્યવાહી અધિનિયમ

ગુજરાતનો ઈતિહાસ

ફેબ્રુઆરી દિન વિશેષ